કાગડો
કાગડો ઘરની આસપાસ બોલે તો “
મહેમાન આવે તેમ કેહવાય છે“, અને કેટલાક એને અપશુકનિયાળ પણ માંને છે.
અંગ્રેજીમાં આપણા સદા કાગડાને “હાઉસ
ક્રો”કહે છે. કાગડાને માંથા ગળા અને પેટ સુધીનો ભાગ
ભૂરા રંગનો હોય પણ આખા કાળા કાગડા પણ હોય છે જેને અંગ્રેજીમાં રેવન કહે છે અને તે
આપણા સદા કાગડા કરતા કદમાં મોટો હોય છે. આખા કાળા કાગડાની એક પ્રજાતિ જંગલમાં વસે
છે. ગુજરાતીમાં તેને મહાક્કાગ અથવા ગિરનારી કાગડો કહે છે. ગામડામાં કે સીમમાં
રહેતા લોકોને કાગડા ઓછા દેખાતા થઇ ગયા છે, પણ શહેરોના કચરા વાળા ભાગમાં એકલા કાગડા
પોતાનું રાજ જમાવી બેઠા હોય છે.
કા...કા...અને કરકસ અવાજે બોલતો કાગડો
લગભગ બધુંજ ખાય છે. ગટરના મરી ગયેલા ઉંદરથી માંડીને રસોડાનો વાસી કચરો, જંતુઓ, ઉધઈ અને ક્યારેક એ
બીજા પક્ષીઓના માળામાંથી ઈંડા અને નાના બચ્ચાંનો
શિકાર કરી લે છે. કાગડોતો ખરેખર
આપણા સફાઈ કામદાર તરીકે કામ કરેછે.
કાગડા ટોળામાં ખાસ મોટા પાનવાળા ઊંચાં
વૃક્ષપર રાત ગુજારે અને એપ્રિલથી જૂન માસ દરમિયાન તે સાંઠીકડા, પાતળા લોખંડના વાયર
અને ભૂંસા વડે પોતાનો મોટા કપ આકારનો માળો બનાવે છે. કાગડા ૪ થી ૫ આછા વાદળી રંગના ઈંડા માળામાં મૂકે છે
જયારે તે બહાર હોય ત્યારે કોયલ તેના માળામાં પોતાનાં ઈંડા મૂકી જાયછે.
કાગડો એક લુચ્ચું પણ નીડર પક્ષી
છે....ચતુર કાગડાની વાર્તા તો બધાયે સાંભળીજ હશે.
No comments:
Post a Comment