હુડીઓ બુલબુલ
દક્ષિણ ભારતમાં પહેલવહેલાં ૧૭૬૬માં
શોધાયેલું આ પક્ષી ભારત, મ્યાનમાર અને તિબેટના કેટલાક વિસ્તારનું રહેવાસી ગણાતું
હવે દુનિયાના ઘણા વિસ્તારમાં લાવવામાં આવેલ છે. પેહલાના વખતમાં દક્ષિણ ભારતમાં
તેને દોરીથી બાંધી એકબીજા સાથે લડાવતા અને શરતો લગાડતા.
૨૦ સે.મી. ઊંચું બુલબુલ ઘેરા કથ્થાઇ
રંગનું અને તેનું માથું કાળા રંગનું હોય છે. પેટની નીચે લાલ ફૂમતું હોવાથી તેને
અંગ્રેજીમાં ‘રેડ વેન્ટેડ બુલબુલ’ અને હિન્દીમાં ગુલ્દુમ કહે છે. તેની આંખ ઘેરા
લાલ રંગની અને પૂંછડીના છેડાના પીંછાં સફેદ રંગનાં હોય છે. ઉડતા સમયે પેટની નીચે
એક સફેદ કલરનો પેચ દેખાય છે. આંદામાન અને નિકોબારમાં તે જોવા મળતું નથી વળી પાકિસ્તાનમાં
પણ તે ઓછું જોવા મળે છે.. પુખ્ત વયના પક્ષી ઉપર એક નાની કલગી હોય છે.
હુડીઓ બુલબુલ જોડીમાં અથવા નાનાં ટોળામાં
ફરતાં હોય અને તે પણ ખાસ કરીને બગીચાઓમાં અને પાંખા વન વિસ્તારમાં તે રેહવા પસંદ
કરે છે. આ બુલબુલ આપણી આસપાસ અને જંગલોમાં પણ દેખાય છે.
બુલબુલ વડ અને પીપળના ટેટા, ચણા ખાવા પસંદ
કરે અને પાંખવાળાં જીવડાં તેનો મુખ્ય ખોરાક છે. ક્યારેક ફૂલમાંથી મધુર રસ પણ પીવે
છે. હુડીઓ બુલબુલની બોલી કોઈ ખાસ પ્રકારની નથી હોતી પણ તે ઘણી જાતના મીઠા અવાજ
કાઢે છે. તે નાનાં પક્ષીઓને શિકારીઓથી ચેતવણી આપતો પણ અવાજ કરે છે.
હુડીઓ બુલબુલના માળાનો સમય ફેબ્રુઆરી થી
મેં છે. પાતળા મૂળિયામાંથી એક કપ આકારનો માળો બનાવી બહારની સાઈડમાં કરોળીયાના બાવાં વડે પ્લાસ્ટર કરે છે. આમતો તે
નાનાં વ્રુક્ષ્ પર માળો બનાવતાં હોય છે પણ કેટલીક જગ્યાએ ૩૦ ફૂટ ઊંચાં માળા પણ
જોવા મળ્યા છે. માળામાં ૨ થી ૩ ઈંડાં મૂકે છે. ઈંડાં આછા ગુલાબી અને તેના પર
જાંબલી, કથ્થાઈ રંગના ટપકા હોય છે.
No comments:
Post a Comment